Monday, 18 May 2020
હાથી અને ૬ આંધળા માણસ
જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથી આવ્યો છે.
તેમને આજ સુધી હાથી વિશે ઘણું સાંભળ્યું હતું પણ ક્યારે એને સ્પર્શીને અનુભવ કર્યો નહોતો.. તેથી તેમને નક્કી કર્યુ કે આપણે ભલે હાથીને જોઈ શકતા નથી પણ તેને સ્પર્શીને તેનો અનુભવ કરીશુ.. બધા એ સ્થાન પર ગયા જ્યાં હાથી આવ્યો હતો
બધાએ હાથીને અડવાનું શરૂ કર્યુ . હું સમજી ગયો હાથી એક થાંભલાની જેવો હોય છે , પહેલા માણસે હાથીના પગને હાથ લગાવતા કહ્યું ..
અરે નહી , હાથી તો દોરડા જેવો હોય છે " બીજા માણસે હાથીની પૂંછડી પકડતા કહ્યું."મારા મત મુજબ હાથી તો એક થડ જેવો હોય છે છું ત્રીજા માણસે હાથીની સૂંઢ પકડતા કહ્યું...
"તમે લોકો શું ફાલતુ વાતો બબડો છો, હાથી એક મોટા પંખાની જેમ હોય છે " ચોથા માણસે હાથીના કાન સ્પર્શીને કહ્યુ..
નહી નહી એ એક દીવાલની જેમ હોય છે , "પાંચમા માણસે હાથીના પેટ પર હાથ રાખતા બોલ્યો .
એવું નથી એ તો એક પાઈપની જેમ હોય છે છઠ્ઠા માણસે એની વાત રાખી અને પછી બધા પરસ્પર ચર્ચા કરવા લાગ્યા અને પોતાને સિદ્ધ કરવામાં લાગી ગયા.એમનો વિવાદ ગરમા ગરમી પર પહોચી ગયો એ ઝગડવા લાગ્યા .
ત્યારે ત્યાંથી એક બુદ્ધિમાન માણસ પસાર થઈ રહ્યો હતો એને રોકાઈને બોલ્યો " શું વાત છે તમે બધા પરસ્પર કેમ ઝગડી રહ્યા છો ?"અમે એ નક્કી નહી કરી શકી રહ્યા કે છેવટે હાથી કેવો દેખાય છે " તેઓ બોલ્યા અને પછી એક-એક કરીને બધાને પોતાનો અનુભવ જણાવ્યો..
બુદ્ધિમાન માણસે બધાની વાત શાંતિથી સાંભળી અને બોલ્યા " તમે બધા પોત-પોતાની જગ્યાએ સાચા છો તમારા વર્ણનમાં અંતર એ છે કે તમે બધાએ હાથીના જુદા-જુદા ભાગને સ્પર્શ કર્યો છે.
પણ જે વાતો તમે બધાએ હાથી વિશે કહી એ બધી સાચી છે.
શુ સાચેેજ ..? બધાએ એક સાથ જવાબ આપ્યો
એ પછી કોઈ વિવાદ થયો નહી અને બધા ખુશ થઈ ગયા કે એ બધા જ સાચુ કહી રહ્યા હતા
મિત્રો ઘણી વાર આપણે આપણી જ વાત પર અડી જઈએ છીએ કે આપણે સાચા છે અને બાકી બધા ખોટા છે.પણ આ શક્ય છે કે આપણે સિક્કાની માત્ર એક જ બાજુ જોઈ હોય અને સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે.. બીજા તથ્યો પણ સત્ય હોઈ શકે છે.
આથી આપણે આપણી વાત તો કહેવી જોઈએ પણ સાથે સાથે તેટલા જ ધ્યાનથી બીજાની વાત પણ સાંભળવી જોઈએ અને ક્યારે પણ બેકારના વિવાદમાં પડવું જોઈએ નહી.
વેદોમાં પણ કહ્યુ છે કે એક સત્યને ઘણી રીતે જણાવી શકાય છે , જ્યારે બીજી વાર તમે કોઈ વિવાદમાં પડો તો યાદ કરી લેજો આ વાર્તા કે તમારા હાથમાં તો પૂછડી જ છે બીજા ભાગ બીજાના હાથમાં પણ હોઈ શકે છે.. !!
Saturday, 16 May 2020
બાળવાર્તા- ધોબીનો ગધેડો
બાળવાર્તા - વાંદરાનું કાળજુ
''મિત્રતા એક અનોખો સંબંધ છે. દરેક માણસ પોતાના જીવનમાં મિત્રો બનાવે છે. પણ સાચા મિત્રો ઘણા ઓછાને મળે છે.
તમે જાણો આ વાર્તા થી નર્મદા નદીને કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતુ. તેના પર એક વાંદરો રહેતો હતો. તે વાંદરાને જાંબુ ખૂબ જ ભાવતાં હતા. નીચે નદીમાં એક મગર પોતાના પરીવાર સાથે રહેતું હતુ. એક દિવસ વાંદરો જાંબુ ખાતો હતો, અને મગર નીચે આરામ કરી રહ્યો હતો. જાંબુ ખાતાં-ખાતાં વાંદરાના હાથમાંથી થોડાં જાંબુ નીચે મગર પર પડી રહ્યા હતા. મગરે તેને ચાખ્યાં તો તેને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગ્યો. આ રોજનો ક્રમ થઈ ગયો હતો કે વાંદરો જાંબુ ખાતો અને નીચે પડેલાં જાંબુ ખાવા માટે મગર આમતેમ ડોલતો રહેતો હતો. એક દિવસ વાંદરાનું ધ્યાન મગરની આ ક્રિયા પર ગયું. આથી તેને જાણી જોઈને ઝાડની ડાળી હલાવી બહુ બધાં જાંબુ નીચે પાડ્યાં. મગર તો રાજીનો રેડ થઈ ગયો. આમ, બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ.
એક દિવસ મગર થોડાં જાંબુ પોતાના પરીવાર માટે લઈ ગયો. તેની પત્ની અને બાળકોને આ જાંબુ ખૂબ જ ભાવતા હતા. તેથી તે રોજ પોતાનાપરીવાર માટે જાંબુ લઈ આવતો. એક દિવસ તેની પત્નીને વિચાર આવ્યો કે આ જાંબુ કેટલા મીઠા છે. વાંદરો રોજ આ ફળ ખાય છે તો તેનું કાળજુ કેટલું મીઠું હશે ! તેને પોતાનો આ વિચાર પોતાના પતિને જણાવ્યો. મગરે પહેલા તો ના પાડી દીધી કે નહી એ તો મારો મિત્ર છે, હું આવુ કેવી રીતે કરી શકું ? પણ તેની પત્ની જીદ લઈને બેસી ગઈ કે તમે વાંદરને લઈને નહી આવો તો હું તમારી સાથે નહી રહું.વિચાર કરતાં-કરતાં મગરના મનમાં પણ લાલચ આવી ગઈ, અને પોતાની પત્નીને ખુશ કરવા તેણે આ વાત માની લીધી. બીજા દિવસે જ્યારે એ નદી કિનારે વાંદરાને મળ્યો ત્યારે તેણે કહ્યું કે ' તને કદી નદીની અંદરની દુનિયા જોવાની ઈચ્છા નથી થતી ? વાંદરો બોલ્યો ' થાય છે, પણ શું કરું મને તરતાં નથી આવડતુ ને. મગરે કહ્યું ' અરે, હું છુ ને તારો દોસ્ત. તુ મારી પીઠ પર બેસી જા અને હું તને બધે ફરાવીશ. વાંદરો તો તૈયાર થઈ ગયો. અને તરતજ મગરની પીઠ પર જઈને બેસી ગયો. મગર પાણીમાં ઉતરી તરવા લાગ્યો. વાંદરો તો પહેલીવાર પાણીમાં ફરી રહ્યો હતો. તેને ખૂબ મજા પડી રહી હતી. બંને મિત્રોએ એકબીજા સાથે વાતચીત કરવાની શરૂ કરી દીધી. જ્યારે વાતો કરતાં-કરતાં તેઓ નદીની વચ્ચે પહોંચ્યાં ત્યારે વાંદરાએ કહ્યું કે ' માફ કરજે મિત્ર, મારે તને મારવો પડશે, કારણકે મારી પત્નીને તારું કાળજુ ખાવું છે. આ સાંભળી વાંદરો પહેલાં તો ગભરાઈ ગયો, પણ પછી તરત જ મનમાં કાંઈ વિચારી બોલ્યો ' અરે મિત્ર, તારે મને પહેલાં કહેવું જોઈએ ને, આજે જ મે મારું કાળજું ધોઈને ઝાડ પર સૂકવવા મૂક્યું છે, આપણે તેને લેવા માટે પાછા ફરવું પડશે. મગર તો આ સાંભળી તરત જ લાળ ટપકાવતો પાછો વળ્યો. નદીને કિનારે આવતાં જ વાંદરો છલાંગ મારી ઝાડ પર ચઢી ગયો. અને બોલ્યો 'અરે, મૂર્ખ કાળજુ પણ કદી ઝાડ પર મૂકાય ? તેના વગર આપણે કેવી રીતે જીવી શકાય ? આજથી તારી અને મારી મિત્રતા તૂટી ગઈ. તારા જેવા મિત્ર હોય તો દુશ્મનની શું જરુર છે ? આ સાંભળી મગર શરમનો માર્યો નદીમાં પાછો વળી ગયો.
શીખ - આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્ર એવા હોવા જોઈએ જે મુસીબતમાં તમને કામ આવે, એવા મિત્રોથી દૂર રહો જે પોતાના સ્વાર્થ માટે તમને નુકશાન પહોચાડે.
બાળવાર્તા - લાલચું ચકલી
ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી.
ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે .
તે બીજી ચકલીઓને કહેવા લાગી રાજમાર્ગે ના જશો ત્યાં મોટુ સંકટ છે. ત્યાં થી જંગલી હાથી-ઘોડા અને દોડતા બળદોની ગાડી નીકળે છે. ત્યાંથી તરત ઉડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકાતુ નથી.
ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે .
તે બીજી ચકલીઓને કહેવા લાગી રાજમાર્ગે ના જશો ત્યાં મોટુ સંકટ છે. ત્યાં થી જંગલી હાથી-ઘોડા અને દોડતા બળદોની ગાડી નીકળે છે. ત્યાંથી તરત ઉડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકાતુ નથી.
તેની વાત સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને તેનુ નામ અનુશાસિકા મુકી દીધું.
એક દિવસ તે રાજપથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડીનો હોર્ન સાંભળી પાછળ વળીને જોયું, અરે હજુ તો આ બહુ જ દૂર છે થોડુંક ચણી લઉં, વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઇ કે તેને ખબર ના પડી કે ગાડી કયારે તેની નજીક આવી ગઇ. તે ઉડી પણ ના શકી અને પૈંડા નીચે કચડી મૃત્યુ પામી.
એક દિવસ તે રાજપથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડીનો હોર્ન સાંભળી પાછળ વળીને જોયું, અરે હજુ તો આ બહુ જ દૂર છે થોડુંક ચણી લઉં, વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઇ કે તેને ખબર ના પડી કે ગાડી કયારે તેની નજીક આવી ગઇ. તે ઉડી પણ ના શકી અને પૈંડા નીચે કચડી મૃત્યુ પામી.
થોડા સમય પછી ખળભળ મચી ગઈ કે અનુશાસિકા ક્યાં ગઇ. શોધતા-શોધતા છેવટે તે મળી ગઇ.
બધા પક્ષી કહેવા લાગ્યા - અરે આ શુ આ તો એ રાજમાર્ગે મરેલી પડી છે જ્યા અમને આવવાથી રોકતી હતી અને પોતે ચણવા આવી ગઇ.
બધા પક્ષી કહેવા લાગ્યા - અરે આ શુ આ તો એ રાજમાર્ગે મરેલી પડી છે જ્યા અમને આવવાથી રોકતી હતી અને પોતે ચણવા આવી ગઇ.
શિખામણ -
જે ઉપદેશક પોતાને નિયંત્રણમાં ન રાખી શકે તેનો હાલ આ ચકલી જેવો જ થાય છે.
ગુજરાતી બાળવાર્તા - લાકડીનો વાડકો
એક ડોસો પોતાના વહુ-છોકરા સાથે શહેરમાં રહેવા ગયો . તે બહુ કમજોર હતો તેના હાથ ધ્રુજતા અને નજર પણ કમજોર હતી. તેમનું નાનું કુટુંબ હતુ જેમા ડોસાના દિકરાનો એક ચાર વર્ષ નો દીકરો પણ હતો.
બધા એકસાથે બેસીને ડાઈનિંગ ટેબલ પર ખાતા હતા. પણ ડોસા કયારેક થોડુ કંઈક નીચે વેરી દેતા તો ક્યારેક તેમનાથી વાસણ પણ નીચે પડીને તૂટી જતુ.
બધા એકસાથે બેસીને ડાઈનિંગ ટેબલ પર ખાતા હતા. પણ ડોસા કયારેક થોડુ કંઈક નીચે વેરી દેતા તો ક્યારેક તેમનાથી વાસણ પણ નીચે પડીને તૂટી જતુ.
આ બધું જોઈને એક-બે દિવસ પછી વહુએ કહ્યું આ બધું શું છે, આપણે ક્યા સુધી આ બધુ સહન કરીશુ.
આ નુકશાનને જોઈ છોકરાએ પણ તેની વાત સ્વીકારી. એક ખૂણામાં એક નાની ટેબલ મૂકાવી.
તેના પર લાકડીનો વાટકો મુકયો જેથી પડે તો તૂટે નહી.
હવે એ ડોસો ત્યાં બેસીને જ જમે અને બધા લોકો ડાઈનિંગ પર આ જોઈને ડોસાની આંખોમાં ક્યારેક આસૂ પણ આવી જતા.
એક દિવસ નાનો છોકરો કઈંક બનાવતો હતો. ત્યારે તેના માતા-પિતા પૂછ્યું આ શું કરે છે ?
બાળકે કહ્યું હું તો તમારા માટે લાકડીના વાસણ બનાવું છું જેથી હું મોટો થઈશ તો તમે પણ તેમા જમી શકશો.
એ સાંભળી બન્ને સમજી ગયા.
બાળકની આ વાત માતા-પિતાના દિલ પર અસર કરી ગઈ.
તે કશુ બોલી ના શક્યા અને સમજી ગયા હવે શું કરવાનું છે. બસ ત્યારબાદથી બધા એક સાથે બેસીને ડીનર ટેબલ પર સાથે ભોજન કરતા અને ત્યારબાદ ક્યારેય ડોસા સાથે ખરાબ વ્યવ્હાર કરતા નહોતા.
બાળકની આ વાત માતા-પિતાના દિલ પર અસર કરી ગઈ.
તે કશુ બોલી ના શક્યા અને સમજી ગયા હવે શું કરવાનું છે. બસ ત્યારબાદથી બધા એક સાથે બેસીને ડીનર ટેબલ પર સાથે ભોજન કરતા અને ત્યારબાદ ક્યારેય ડોસા સાથે ખરાબ વ્યવ્હાર કરતા નહોતા.
શિખામણ
આ વાર્તા ઉપરથી એ શીખવા મળે છે કે જેવુ કરશો તેવું ભોગવશો ..
ગુજરાતી વાર્તા -એક વેપારી
આવા નિ: સ્પૃહી એક સંત પાસે બે નંબરી આવક ધરાવતો એક વેપારી સોના-ચાંદીના સિક્કા લઈને આવ્યો અને કહ્યુ બાબા, મે સાંભળ્યુ છે કે આપના આશીર્વાદ ફળે છે. આ ધન સંપત્તિ દક્ષિણારૂપે લઈને આનાથી દસ ગણી ધના-સંપત્તિ મળે એવા આશીર્વાદ આપો. સંતે સ્મિત સાથે કહ્યુ, તમારે ત્યા તમારા ગુરૂ વ્યાખ્યાન આપવા આવવાના હોય તેમની વ્યાસપીઠ અને શ્રોતાઓ માટે તમે ગાલીચા પાર્થયા હોય તમારો દિવાનખંડ સજાવ્યોહોય એવામાં કોઈ ગાંડો ઘૂસી જાય અને ગુરૂજીના વ્યાસપીઠ પર પેશાબ કરી જાય તો તમે શુ કરો ?
વેપારીએ કહ્યુ - એને હુ મારી મારીને ખોખરો કરી તેને ગામ બહાર મોકલી દઉ.સંત કહે - જુઓ શેઠ મે મારી ઝૂંપડી ગૌ ગવ્યથી લીંપીગૂંપી પવિત્ર કરી છે અને ઈશ્વરના આગમન માટે તપ-સાધના કરતો હ અતો, ત્યા તમે આવી આ ધન સંપત્તિની વિષ્ટા કરી,મારી ઝૂંપડીની પવિત્રતા બગાડી નાખી, બોલો મારે શુ કરવુ ?
વેપારી સમજી ગયા, પૈસાનુ પોટલું લઈ, પ્રણામ કરી કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પલાયન થઈ ગયા.
Akbar Birbalની વાર્તા - સિંહ અને બીરબલ
એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પાં કરતા હતા. એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો. તેણે કહ્યું, ‘જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માગે છે.’ બાદશાહે તેને આવવાની મંજૂરી આપી. થોડી વારમાં જ એક વ્યકિતએ દરબારમાં પગ મૂકયો. તેની પાસે એક મોટું પીંજરું હતું અને પીંજરામાં સિંહ હતો. દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી. કલાકારે કહ્યું, ‘જહાંપનાહ, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે. તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો છે. નવ રત્નો છે. પણ હું એ બધાને પડકારું છું કે પીંજરું ખોલ્યા વગર અને સિંહને અડયા વગર એનો નાશ કરનાર કોઈ ખડતલ, સાહસકિ માણસ તમારા દરબારમાં છે? જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું પાંચસો સોનામહોર આપીશ, પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને પાંચસો સોનામહોર આપવી પડશે.’ કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો. ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા, ‘આવું તો કેમ બને?’ એક-એક કરીને દરબારીઓ પીંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંપડી. બાદશાહને પણ થયું કે તેમની આબરુ આજે કોઈ નહીં બચાવી શકે. છેવટે બીરબલે તે કલાકારને કહ્યું, ‘હું આ કામ કરી બતાવીશ.’ એમ કહી બીરબલે સેવકોને બોલાવ્યા અને સૂકાં લાકડાં લાવવા માટે કહ્યું. લાકડા મંગાવીને પીંજરાની આજુબાજુ ગોઠવી દીધા. ત્યાર પછી બીરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો. સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડયા. લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદ્દશ્ય થવા માંડયો. થોડી જ વારમાં પીંજરું ખાલી થઈ ગયું. બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો.બાદશાહે પૂછ્યું, ‘બીરબલ, તેં આ કેવી રીતે કર્યું?’તો બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, સિંહ મીણનો બનાવેલો હતો. તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવડાવી. જેના કારણે મીણ ઓગળવા માંડયું. આમ, હાથ લગાડયા વગર જ સિંહનો નાશ થયો.’
કલાકારે બીરબલને કહ્યું, ‘હું ઘણા રાજયોમાં સિંહ લઈને ફર્યો હતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા. શરત પ્રમાણે લો આ પાંચસો સોનામહોરો.’બીરબલે કલાકારની કલાની કદર કરી અને સોનમહોરની થેલી તેને પાછી સોંપી. બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને પાંચસો સોનામહોર આપી.
ગુજરાતી બાળવાર્તા- મિઠ્ઠુરામનો અવાજ
મીઠ્ઠુરામે તેનું કારણ જણાવતા કહ્યુ કે - એક વાર જ્યારે હું જંગલમાં દિવસના સમયે ગાઈ રહ્યો હતો ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો. તેણે મારો અવાજ સાંભળ્યો અને તે કારણે જ મને કેદ કરી લીધો. ત્યારથી આજ સુધી હું આ પિંજરામાં કેદ છુ. આ બતાવતા મીઠ્ઠુરામ બોલ્યો કે ત્યારપછી મેં આ શીખી લીધુ છે કે દિવસમાં ગાવુ એ મુસીબતનું કારણ બની શકે છે તેથી હવે હું રાત્રે જ ગાઉં છુ. ચામાચિડિયાએ કહ્યુ કે - 'દોસ્ત આ તો તે કેદ થતાં પહેલા વિચારવું જોઈતુ હતુ.
શિખામણ
સાચી વાત છે આપણે ઘણીવાર ભૂલો કર્યા પછી જ કશુક શીખીએ છીએ. પણ એ જરૂરી નથી કે દરેક સમયે શીખવા માટે ભૂલ જ કરવી પડે. કેટલીય વાર કોઈ કામને કરતા પહેલા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ભૂલ કરવાથી બચી શકીએ છીએ અને નુકશાન પણ નથી થતુ. તેથી બાળકો હંમેશા યાદ રાખો કે બુધ્ધિમાન તે જ હોય છે જે હંમેશા સમજી વિચારીને કામ કરે છે.
Subscribe to:
Posts (Atom)
આજની જૂની પેન્શન અંગેની રેલીમાં જોડાવા માટેના આહવાન સ્વરૂપે તમારા ફોટો સાથેનું સ્ટેટસ *આજે કોઈ પણ કર્મચારી નાં સ્ટેટસ માં એક જ નારો હોવો જો...
-
જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથી આવ્યો છે. તેમને આજ સુધી હાથી વિશે ઘણું...
-
એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પાં કરતા હતા. એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો. તેણે કહ્યું, ‘જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમ...
-
એક ડોસો પોતાના વહુ-છોકરા સાથે શહેરમાં રહેવા ગયો . તે બહુ કમજોર હતો તેના હાથ ધ્રુજતા અને નજર પણ કમજોર હતી. તેમનું નાનું કુટુંબ હતુ જેમા ડોસાન...






