Saturday, 10 September 2022

જુની પેન્શન સ્કીમ માટેની ફોટો ફ્રેમ માટે નીચે લીંક માં ક્લિક કરો

આજની જૂની પેન્શન અંગેની રેલીમાં જોડાવા માટેના આહવાન સ્વરૂપે તમારા ફોટો સાથેનું સ્ટેટસ

 *આજે કોઈ પણ કર્મચારી નાં સ્ટેટસ માં એક જ નારો હોવો જોઈએ પોતાના ફોટા સાથેની જૂની પેન્શન યોજનાની માંગણી*

 *બહેનો માટે નવીજ સ્ટાઈલ માં ઓનલાઇન ફોટો ફ્રેમ 


 *ભાઈઓ માટે અદ્ભુત સ્ટાઈલ માં ઓનલાઇન ફોટો ફ્રેમ


અલગ અલગ નવા સ્ટેટસ અપડેટ કરવામાં આવ્યા છે તો..... સર્વે કર્મચારી મિત્રોનાં ગ્રુપમાં અવશ્ય મોકલશો.

 *સંજોગો વસાત કોઈ રેલીમાં ન આવી શકે તો પણ સોશિઅલ મીડિયામાં સપોર્ટ તો કરી શકેને*

Friday, 11 June 2021

પેમલો પેમલી

 એક હતો પેમલો ને એક હતી પેમલી.

લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું - પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.

પેમલી કહે - કોણ ના કહે છે? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ!

પેમલે હાંડો ઊંચક્યો ને કહે - હવે?

પેમલી કહે - હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો.

પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે?

પેમલી કહે - હવે હાંડો ચૂલે ચડાવો.

પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે - હવે?

પેમલી કહે - હવે લાકડાં સળગાવો.

પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે - હવે?

પેમલી કહે - હવે ફૂંક્યા કરો; બીજું શું?

પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે - હવે?

પેમલી કહે - હવે હાંડો નીચે ઉતારો.

પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે - હવે?

પેમલી કહે - હવે હાંડો ખાળે મૂકો.

પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે - હવે?

પેમલી કહે - જાઓ હવે નાહી લો.

પેમલો નાહ્યો ને પછી કહે - હવે?

પેમલી કહે - હવે હાંડો ઠેકાણે મૂકો.

પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો - હાશ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું!

પેમલી કહે - હું ક્યાં ના પાડું છું? પણ આમાં આળસ કોની?

પેમલો કહે - આળસ મારી ખરી; પણ હવે નહિ કરું!

પેમલી કહે - તો ઠીક, હવે શાન્તિથી સૂઈ જાઓ.

મા! મને છમ વડું

 
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.

એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.

બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.

બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.

બ્રાહ્મણી કહે - ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.

બ્રાહ્મણ કહે - ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.

બ્રાહ્મણી કહે - સારું.

રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ’ થયું. આ ‘છમ છમ’નો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા! મને છમ વડું.

મા કહે - સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.

માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા! મને છમ વડું.

મા કહે - લે સૂઈ જા, સૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.

બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશે, એ તો છોકરાં છે ને!

પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું છમ, છમ, છમ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા! મને છમ વડું.

મા કહે - લે. વળી તું ક્યાં જાગી! લે આ વડું; ખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.

ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ છમ છમ’ બોલ્યું. ‘છમ છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો!

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.

કાબર અને કાગડો

 


 

 એક હતી કાબર અને એક હતો કાગડો.

બન્ને વચ્ચે દોસ્તી થઈ.

કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.

કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલોને આપણે ખેતર ખેડીએ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.

કાગડો કહે - બહુ સારું; ચાલો.

પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.

થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો - કાબરબાઈ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.

કાબર કહે - ઠીક.

પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.

કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.

કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલો ને! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.

કાગડો કહે -

ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ! આવું છું.

કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.

કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ!

એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.

આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :

ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ! આવું છું.

કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.

વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ! હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.

લુચ્ચા કાગડાએ કહ્યું -

ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ! આવું છું.

કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.

પછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.

પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે - કાગડાભાઈ! હવે તો ચાલશો ને? બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.

તેણે કાબરને કહ્યું - ચાલો બહેન! તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.

કાબર મનમાં ને મનમાં બોલી - તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઈ!

પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે - ભાઈ! તમને ગમે તે ઢગલો તમારો.

કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા!

પછી કાબરબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધું, પીધું ને મોજ કરી.

બાળકની વાત

 એક ડોસો પોતાના વહુ-છોકરા સાથે શહેરમાં રહેવા ગયો . તે બહુ કમજોર હતો તેના હાથ ધ્રુજતા અને નજર પણ કમજોર હતી. તેમનું નાનું કુટુંબ હતુ જેમા ડોસાના દિકરાનો એક ચાર વર્ષ નો દીકરો પણ હતો. બધા એકસાથે બેસીને ડાઈનિંગ ટેબલ પર ખાતા હતા. પણ ડોસા કયારેક થોડુ કંઈક નીચે વેરી દેતા તો ક્યારેક તેમનાથી વાસણ પણ નીચે પડીને તૂટી જતુ.
આ બધું જોઈને એક-બે દિવસ પછી વહુએ કહ્યું આ બધું શું છે, આપણે ક્યા સુધી આ બધુ સહન કરીશુ.
આ નુકશાનને જોઈ છોકરાએ પ
ણ તેની વાત સ્વીકારી.
એક ખૂણામાં એક નાની ટેબલ મૂકાવી.
તેના પર લાકડીનો વાટકો મુકયો જેથી પડે તો તૂટે નહી.
હવે એ ડોસો ત્યાં બેસીને જ જમે અને બધા લોકો ડાઈનિંગ પર આ જોઈને ડોસાની આંખોમાં ક્યારેક આસૂ પણ આવી જતા.
એક દિવસ નાનો છોકરો કઈંક બનાવતો હતો. ત્યારે તેના માતા-પિતા પૂછ્યું આ શું કરે છે ?બાળકે કહ્યું હું તો તમારા માટે લાકડીના વાસણ બનાવું છું જેથી હું મોટો થઈશ તો તમે પણ તેમા જમી શકશો. 

એ સાંભળી બન્ને સમજી ગયા.

બાળકની આ વાત માતા-પિતાના દિલ પર અસર કરી ગઈ.
તે કશુ બોલી ના શક્યા અને સમજી ગયા હવે શું કરવાનું છે. બસ ત્યારબાદથી બધા એક સાથે બેસીને ડીનર ટેબલ પર સાથે ભોજન કરતા અને ત્યારબાદ ક્યારેય ડોસા સાથે ખરાબ વ્યવ્હાર કરતા નહોતા.

Monday, 18 May 2020

હાથી અને ૬ આંધળા માણસ

જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથી આવ્યો છે. તેમને આજ સુધી હાથી વિશે ઘણું સાંભળ્યું હતું પણ ક્યારે એને સ્પર્શીને અનુભવ કર્યો નહોતો.. તેથી તેમને નક્કી કર્યુ કે આપણે ભલે હાથીને જોઈ શકતા નથી પણ તેને સ્પર્શીને તેનો અનુભવ કરીશુ.. બધા એ સ્થાન પર ગયા જ્યાં હાથી આવ્યો હતો બધાએ હાથીને અડવાનું શરૂ કર્યુ . હું સમજી ગયો હાથી એક થાંભલાની જેવો હોય છે , પહેલા માણસે હાથીના પગને હાથ લગાવતા કહ્યું .. અરે નહી , હાથી તો દોરડા જેવો હોય છે " બીજા માણસે હાથીની પૂંછડી પકડતા કહ્યું."મારા મત મુજબ હાથી તો એક થડ જેવો હોય છે છું ત્રીજા માણસે હાથીની સૂંઢ પકડતા કહ્યું... "તમે લોકો શું ફાલતુ વાતો બબડો છો, હાથી એક મોટા પંખાની જેમ હોય છે " ચોથા માણસે હાથીના કાન સ્પર્શીને કહ્યુ.. નહી નહી એ એક દીવાલની જેમ હોય છે , "પાંચમા માણસે હાથીના પેટ પર હાથ રાખતા બોલ્યો . એવું નથી એ તો એક પાઈપની જેમ હોય છે છઠ્ઠા માણસે એની વાત રાખી અને પછી બધા પરસ્પર ચર્ચા કરવા લાગ્યા અને પોતાને સિદ્ધ કરવામાં લાગી ગયા.એમનો વિવાદ ગરમા ગરમી પર પહોચી ગયો એ ઝગડવા લાગ્યા . ત્યારે ત્યાંથી એક બુદ્ધિમાન માણસ પસાર થઈ રહ્યો હતો એને રોકાઈને બોલ્યો " શું વાત છે તમે બધા પરસ્પર કેમ ઝગડી રહ્યા છો ?"અમે એ નક્કી નહી કરી શકી રહ્યા કે છેવટે હાથી કેવો દેખાય છે " તેઓ બોલ્યા અને પછી એક-એક કરીને બધાને પોતાનો અનુભવ જણાવ્યો.. બુદ્ધિમાન માણસે બધાની વાત શાંતિથી સાંભળી અને બોલ્યા " તમે બધા પોત-પોતાની જગ્યાએ સાચા છો તમારા વર્ણનમાં અંતર એ છે કે તમે બધાએ હાથીના જુદા-જુદા ભાગને સ્પર્શ કર્યો છે. પણ જે વાતો તમે બધાએ હાથી વિશે કહી એ બધી સાચી છે. શુ સાચેેજ ..? બધાએ એક સાથ જવાબ આપ્યો એ પછી કોઈ વિવાદ થયો નહી અને બધા ખુશ થઈ ગયા કે એ બધા જ સાચુ કહી રહ્યા હતા મિત્રો ઘણી વાર આપણે આપણી જ વાત પર અડી જઈએ છીએ કે આપણે સાચા છે અને બાકી બધા ખોટા છે.પણ આ શક્ય છે કે આપણે સિક્કાની માત્ર એક જ બાજુ જોઈ હોય અને સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે.. બીજા તથ્યો પણ સત્ય હોઈ શકે છે. આથી આપણે આપણી વાત તો કહેવી જોઈએ પણ સાથે સાથે તેટલા જ ધ્યાનથી બીજાની વાત પણ સાંભળવી જોઈએ અને ક્યારે પણ બેકારના વિવાદમાં પડવું જોઈએ નહી. વેદોમાં પણ કહ્યુ છે કે એક સત્યને ઘણી રીતે જણાવી શકાય છે , જ્યારે બીજી વાર તમે કોઈ વિવાદમાં પડો તો યાદ કરી લેજો આ વાર્તા કે તમારા હાથમાં તો પૂછડી જ છે બીજા ભાગ બીજાના હાથમાં પણ હોઈ શકે છે.. !!

Saturday, 16 May 2020

બાળવાર્તા- ધોબીનો ગધેડો



એક દિવસ અકબર તેના બે દિકરાઓ અને બિરબલ નદીએ ગયા. 
ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો. અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા. જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો. આથી અકબરને મજાક કરી ખિજવવાનું મન થયું. તે બોલ્યો ; ”બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે.” હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; “જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે…મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે.”અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો…..!!

આજની જૂની પેન્શન અંગેની રેલીમાં જોડાવા માટેના આહવાન સ્વરૂપે તમારા ફોટો સાથેનું સ્ટેટસ  *આજે કોઈ પણ કર્મચારી નાં સ્ટેટસ માં એક જ નારો હોવો જો...