એક હતો પેમલો ને એક હતી પેમલી.
લાકડાં
કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું - પેમલી! આજ
તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું
અને થાક ઉતારું.
પેમલી કહે - કોણ ના કહે છે? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ!
પેમલે હાંડો ઊંચક્યો ને કહે - હવે?
પેમલી કહે - હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો.
પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે?
પેમલી કહે - હવે હાંડો ચૂલે ચડાવો.
પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે - હવે?
પેમલી કહે - હવે લાકડાં સળગાવો.
પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે - હવે?
પેમલી કહે - હવે ફૂંક્યા કરો; બીજું શું?
પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે - હવે?
પેમલી કહે - હવે હાંડો નીચે ઉતારો.
પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે - હવે?
પેમલી કહે - હવે હાંડો ખાળે મૂકો.
પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે - હવે?
પેમલી કહે - જાઓ હવે નાહી લો.
પેમલો નાહ્યો ને પછી કહે - હવે?
પેમલી કહે - હવે હાંડો ઠેકાણે મૂકો.
પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો
- હાશ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી
આપતી હો તો કેવું સારું!
પેમલી કહે - હું ક્યાં ના પાડું છું? પણ આમાં આળસ કોની?
પેમલો કહે - આળસ મારી ખરી; પણ હવે નહિ કરું!
પેમલી કહે - તો ઠીક, હવે શાન્તિથી સૂઈ જાઓ.
Friday, 11 June 2021
પેમલો પેમલી
Subscribe to:
Post Comments (Atom)
આજની જૂની પેન્શન અંગેની રેલીમાં જોડાવા માટેના આહવાન સ્વરૂપે તમારા ફોટો સાથેનું સ્ટેટસ *આજે કોઈ પણ કર્મચારી નાં સ્ટેટસ માં એક જ નારો હોવો જો...
-
જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથી આવ્યો છે. તેમને આજ સુધી હાથી વિશે ઘણું...
-
એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પાં કરતા હતા. એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો. તેણે કહ્યું, ‘જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમ...
-
એક ડોસો પોતાના વહુ-છોકરા સાથે શહેરમાં રહેવા ગયો . તે બહુ કમજોર હતો તેના હાથ ધ્રુજતા અને નજર પણ કમજોર હતી. તેમનું નાનું કુટુંબ હતુ જેમા ડોસાન...
No comments:
Post a Comment